સર્વે સતવારા જ્ઞાતિજનો ને જણાવવાનું કે ટુંકા સમયમાં નહિવત ખર્ચમાં આપણા સમાજ ના જ યોગ્ય જીવનસાથી પસંદગી કરી શકાય તેવા ઉદ્દેશથી શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ દ્વારા ૧૯-૦૧-૨૦૨૫ ના રોજ ભવ્ય યુવામેળાનું આયોજન થવા જઇ રહ્યું છે, તો ફક્ત સતવારા સમાજના ભાઈઓ-બહેનોએ ફોર્મ ભરવાનું હોય તેમણે નીચે જણાવેલ નિયમો ને આધીન ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
1. યુવામેળો ૧૯-૦૧-૨૦૨૫ ના રોજ કરવામાં આવશે.
2. ઉમેદવાર ફી રૂ. ૨૧૦૦/- (બે વાલી સાથે)
3. ઉમેદવાર સાથે વધુમાં વધુ બે વ્યક્તિ વાલી તરીકે હાજર રહી શકશે.
4. ઉમેદવાર વગર ફક્ત વાલી ને પ્રવેશ આપવામાં આવશે નહી.
5. અધૂરી માહિતી વાળુ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.
6. ઉમેદવારનો પરિચય સ્ટેજ ઉપર બોલાવી ને આપવામાં આવશે.
7. ઉમેદવારી ફોર્મ સ્વકાર્યા પછી કોઇપણ સંજોગોમાં ભરેલા નાણા પરત મળશે નહી.
8. ઉમેદવાર સાથે વાલી હોય કે ન હોય તો પણ ફી રૂ.૨૧૦૦/- પુરી ભરવાની રહેશે.
9. ઉમેદવાર તથા વાલીઓના પ્રવેશપત્રો, ચા-જમવાની કુપનો તથા ઉમેદવારોની માહિતી પુસ્તિકા યુવામેળા ના દિવસે હોલ પરથી ફી ભર્યા ની પહોંચ બતાવી ને મેળવી શકાશે.
10. શ્રી સતવારા જ્ઞાતિ મંડળ,અમદાવાદ ના આજીવન સભ્ય માટે યુવામેળા ઉમેદવારી ફી રૂ.૧૮૦૦/- છે.
11. બહારગામ થી આગળના દિવસે આવનાર ઉમેદવારોએ રહેવા, ઉતરવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે.
12. કિંમતી વસ્તુઓ તથા ઘરેણા સાથે ન રાખવા હિતાવહ છે.
13. વધુમાં વધુ ફક્ત ૩૦૦ ઉમેદવારી પત્ર વહેલા તે પહેલા ધોરણે સ્વીકારવામાં આવશે.
14. સગપણ, વિવાહ વગેરે ની કાર્યવાહી જે તે કુટુંબોએ પાતાની રીતે બધી બાબતની ચકાસણી કરી કરવાની રહેશે, જેમાં યુવામેળા ના આયોજકોની કોઇપણ જાતની જવાબદારી રહેશે નહી.
15. કોઇપણ ઉમેદવારી ફોર્મ સ્વીકારવું કે નહી તેનો હક્ક યુવામેળા સમીતી નો રહેશે.
અમદાવાદ ના આંગણે જીવનસાથી પસંદગી સંમેલન – ૨૦૨૫
તા.૧૯-૦૧-૨૦૨૫
સ્થળ- પંડીત દીન દયાલ ઉપાધ્યાય ઓડીટેરીયમ, રાજપથ ક્લબ પાસે, બોડકદેવ, અમદાવાદ.
વધુ માહીતી માટે સંપર્ક
પંકજકુમાર પરમાર ૯૯૯૮૪૪૯૬૮૮
જયેશભાઇ રાઠોડ ૯૯૭૯૯૫૮૨૮૫
ભરતભાઇ પરમાર ૯૯૭૯૭૦૫૧૨૦