તા.૧૫.૧૨.૨૦૨૪ ના રોજ, શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ દ્વારા સ્નેહમિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમની સાથે મહિલા ક્લબ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા નીચે પ્રમાણે દાતાશ્રીઓ દ્વારા દાન આપવામાં આવેલ

1.    શ્રી નરેશભાઈ કેશવભાઇ સતવારા  …     …..    ……  ૧૧,૦૦૦/-

      (ધો. ૧૨ પછીના તમામ ઇનામના દાતા) 

2.    શ્રી જય સિધ્ધનાથ કો.ઓપ. ક્રેડીટ એન્ડ સપ્લાય સો.લી.    ૭,૦૦૦/-

     (ધો. ૮ થી ૧૧ ના ઇનામ ના દાતા)

3.    શ્રી નરેશભાઈ તથા ભરતભાઈ પોપટભાઈ ડાભી …     …. ૫,૧૦૦/-

      (ધો. ૫ થી ૭ ના ઇનામના દાતા)

4.    શ્રી હેરશભાઈ નાગજીભાઈ કણઝરીયા …    ….   ……   ૫,૦૦૦/-

     (ધો. ૧ થી ૪ ના ઇનામના દાતા)

         સતવારા સમાજ મહિલા ક્લબ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરી, સમાજના દીકરા,દીકરીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવેલ.

આ પ્રસંગે સમસ્ત સતવારા સમાજ ગુજરાતના પ્રમુખ શંકરભાઈ દલવાડી, સતવારા સમાજ ભવન હરિદ્રારના પ્રમુખ શ્રી માવજીભાઈ નકુમ, સતવારા સમાજ ઉદ્યોગપતિ એસોસિએશનના પ્રમુખ શ્રી અશોકભાઈ કંણઝરિયા, સમાજના અગ્રણી પ્રવિણભાઈ જી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

 

આવનાર ૨૦૨૫ ના સ્નેહમિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ માટે સ્નેહમિલનના મુખ્ય દાતા તરીકે સતવારા સમાજ મહીલા ક્લબ,અમદાવાદ દ્વારા ૩૫,૦૦૦ નું દાન નોંધાવેલ તેમજ ભોજનના મુખ્ય દાતા તરીકે પધારેલ મહેમાન અને આપણા સમાજના ભામાશા એવા માવજીભાઈ નકુમ (જામનગર) તરફથી રૂ.૨૧,૦૦૦ નું દાન નોંધવાવામાં આવેલ તેમજ નાના મોટા દરેક જ્ઞાતિ ભાઇઓએ નાનુ-મોટું દાન નોંધાવેલ તે તમામ દાતાશ્રીઓનો સંસ્થા દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ.

આપનું ફોર્મ sabmit થઈ ગયું છે. તમારો એપ્લિકેશન નંબર %%%% છે..

જે તમે નોંધી ને રાખશોજી.

આપને ટુંક સમયમાં કમિટી દ્વારા જાણ કરવામાં આવશે