સ્નેહ મિલન અને ઈનામ વિતરણ ૨૦૨૫
કાર્યક્રમનું વર્ણન / નિયમો
શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ દ્વારા એકવીસમી સદીનું પચ્ચીસમું સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ યોજતા આનંદ અનુભવે છે. અમદાવાદમાં વસતા મંડળના કુટુંબીજનો એકબીજાને એક જ સ્થળે મળે સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ દ્વારા અભિવાદન કરે તેમજ સમાજના ઉત્કર્ષ માટે ચર્ચા-વિચારણા થાય તેવા વિવિધલક્ષી, રળિયામણા અવસરમાં ભાગ લેવા મંડળના સર્વે સભ્યોને ભાવભર્યું આમંત્રણ.
સ્થળ
શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરીયમ, RTO રોડ, રામોલ, અમદાવાદ.
તારીખ અને સમય
તારીખ – ૩૦-૧૧-૨૦૨૫, રવિવાર
સમય – બપોરે ૨-૦૦ થી રાત્રે ૧૨-૦૦
નિયમો અને સૂચનાઓ
1. માર્કશીટ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૦-૧૧-૨૦૨૫ છે.
2. ભોજનપાસ મેળવવાની છેલ્લી તારીખ ૨૨-૧૧-૨૦૨૫ છે.
3. ભોજન પાસ ૫ વર્ષથી ઉપરના વ્યક્તિ દીઠ રૂ. ૧૦૦/- રાખેલ છે જે છેલ્લી તારીખ પહેલા આપના વિસ્તારના કાર્યકર પાસેથી મેળવી લેવા.
4. ઇનામ વિતરણમાં ભાગ લેનાર વિદ્યાર્થીના વાલી મંડળના આજીવન સભ્ય હોવા જરૂરી છે.
5. ધો. ૧ થી ૧૨ સુધી દરેક ધોરણના, સ્નાતક અને અનુસ્નાતક સ્તરના દરેક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. ધોરણ ૧૨ પછીના દરેક સરકાર માન્ય એક વર્ષથી ઉપરના અભ્યાસક્રમોની શાખાના ડિપ્લોમા, ડિગ્રી કોર્સના ફાઇનલ વર્ષની ઉત્તીર્ણ થયાની માર્કશીટ જ સ્વીકારવામાં આવશે.
6. માર્કશીટ ઉપર આજીવન સભ્ય નંબર, સભ્યનું નામ, અને મોબાઇલ નંબર ફરજીયાત લખવો. માર્કશીટ સ્પષ્ટ વંચાય તેવી હોવી જોઈએ.
7. સને વર્ષ ૨૦૨૪-૨૫ ના શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક વિભાગમાં ૭૦ ટકાથી વધુ તથા માધ્યમિક તેમજ અન્ય વિભાગમાં ૬૦ ટકાથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી પહેલા, બીજા તથા ત્રીજા ક્રમે આવનારનું બહુમાન કરવામાં આવશે.
8. સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે કોઈ સભ્યના બાળકો ભાગ લેવા ઇચ્છતા હોય તો તેમણે બાળકોના નામ, કાર્યક્રમ તેમજ સમયની વિગત સાથેની લેખિત જાણ મંડળના કાર્યાલય ઉપર તા. ૨૨-૧૧-૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે.
9. ઇનામ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓએ રૂબરૂ ઇનામ લેવા આવવાનું રહેશે. હાજર રહેશે તે જ વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવશે. ઇનામ મેળવવા અંગેની કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
10. શ્રી સતવારા જ્ઞાતિ મંડળ, અમદાવાદમાં આજીવન સભ્ય ફી રૂ. ૧,૦૦૦ ભરી મંડળને સહકાર આપવા વિનંતી.
કાર્યક્રમની રૂપરેખા
1. મંગળદીપ, પ્રાર્થના.
2. મંડળની પ્રવૃત્તિની રૂપરેખા.
3. ભેટ તથા સૌજન્ય દાતાઓનું સન્માન.
4. જ્ઞાતિબંધુઓના મંતવ્યો તથા ભવિષ્યની યોજનાઓ વિષેની ચર્ચા-વિચારણા.
5. મંડળના સભ્યોના તેજસ્વી તારલાઓનું સન્માન (ઇનામ વિતરણ).
6. સ્વરૂચિ ભોજન.
7. સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રે ૯-૦૦ થી ૧૨-૦૦ મ્યુઝિકલ નાઇટનો પ્રોગ્રામ.
કાર્યક્રમ ગેલેરી
ઇનામ વિતરણ નોંધણી
ઈનામ વિતરણઇવેન્ટનું સ્થળ અને નકશો
Shyama Prasad Mukherjee Auditorium, RTO Rd, Ramol, Ahmedabad, Gujarat 382418સ્પોન્સર બનો •
સ્નેહ મિલન અને ઈનામ વિતરણ ૨૦૨૫